SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ • જ્ઞાની નાટક જુએ છે તેથી તેના સંસારનો અંત 'THE END' આવે છે. પૂર્ણજ્ઞાનમાંથી પૂર્ણ આનંદ આવે. અપૂર્ણજ્ઞાનમાંથી અપૂર્ણ આનંદ આવે. • અજ્ઞાનીને રાગમાં સુખ દેખાય છે. જ્ઞાનીને રાગમાં દુઃખ દેખાય છે. • ગુરુગમ વિના દ્રવ્યદૃષ્ટિ સમજાય નહિ અને દ્રવ્યદૃષ્ટિ વિના સમ્યગ્દર્શન આવે નહિ. . બુધ્ધિ એ જ્ઞાનનો ક્ષયોપશમ છે. વૈરાગ્ય એ મોહનીયનો ક્ષયોપશમ છે. • જ્ઞાન જ્ઞાનમાં ઠરે તે જ્ઞાનનો સાર જે જ્ઞાનાનંદ છે. • જ્યાં સુધી દષ્ટિ નિમિત્ત તરફ રહેશે ત્યાં સુધી ઉપાદાન તૈયાર થાય નહિ. • જ્ઞાન સંપૂર્ણ પણે જ્ઞાનમાં સમાઈ જાય અને બહાર નીકળે નહિ તે કેવળજ્ઞાન છે. • માત્ર જાણકારી એ અધ્યાત્મનો વિષય નથી, પણ જે અનુભવ છે, તે અંતિમ પ્રમાણ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૪
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy