________________
.
• વિવેકની ચરમસીમાએ પહોંચેલા આત્માનો અનુભવ પરમ
પ્રામાણિક છે, જે અંતિમ છે.
.
બોધની સૂક્ષ્મતા એટલે બોધની
અસરકારકતા !
દરેક વાતમાં આત્માનો પક્ષપાતી તે આત્મજ્ઞાની.
જીવને દુઃખ આવે છે કર્મના ઉદયથી પણ દુઃખી થાય અજ્ઞાનથી.
દુઃખમાં દુઃખી ન થવું તે જ્ઞાનદશા છે.
• જ્ઞાનીને નિર્જરા હોય છે જ્યારે અજ્ઞાનીને બંધ હોય છે.
• અજ્ઞાની સંયોગોનો સ્વીકાર ન કરતા સંયોગો ફેરવવાના ઉધામા કરે છે તેથી બંધાય છે.
• જ્ઞાનની ખંડિતતાથી જ વિકલ્પો ઊભાં થાય. જ્ઞાનની ખંડિતતાનું કારણ જ્ઞાનની વિકારીતા છે.
• જ્ઞાન અને રાગને પ્રજ્ઞા છીણી વડે છૂટા પાડી શકાય છે.
• જ્ઞાનમાં શાંતરસ શીતળતા છે, તો રાગમાં અશાંતરસ તાપ, ઉકળાટ છે.
૧૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર