________________
• જ્ઞાન આત્માને શાંત બનાવે છે, તો રાગ આત્માને આકુળ-વ્યાકુળ કરે છે.
• જ્ઞાનને અનંતા ગુણોની સહાય છે, તો રાગને અનંતા દોષોની સહાય છે.
• જ્ઞાનમાં ડૂબવાથી નિશ્ચિંત, નિર્ભય બનાય છે, તો રાગમાં ડૂબવાથી ચિંતા-ભય આવે.
.
O
શ્રેષ્ઠ સ્વાધ્યાય અનુપ્રેક્ષા છે.
પરમાત્માએ પ્રરૂપેલ તત્ત્વનું સ્વરૂપ પકડાય તે અનુપ્રેક્ષા છે.
• મન સહિત ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનના જ્ઞાતા બનવાનું છે.
• બોધની નિર્વિકલ્પતા જ બોધની સૂક્ષ્મતા છે.
•
બુદ્ધિ એટલે જાણકારી અને સમજ એટલે સ્પર્શના.
અજ્ઞાનને હટાવવું, જ્ઞાની થવું એજ એકમાત્ર આત્માને સુખી કરવાનો ઉપાય છે.
• અજ્ઞાનાવસ્થામાં વિકૃત ચેતનનાનો ભોગવટો હોય છે જ્યારે જ્ઞાનાવસ્થામાં અવિકૃત ચેતનાનો ભોગવટો હોય છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૬