SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ • તું જો ખરેખર કર્તા હોય તો પછી તને અણગમતું કેમ થવા દીધું ? સત્સંગ, એ ૧૧મું કલ્પવૃક્ષ છે જે જીવને ગમતું નથી; એ જ ૧૧મું આશ્ચર્ય છે. ♦ સંસાર પર્યાયમાં નહિ પણ માન્યતામાં ઊભો થયો છે. • . . કર્મના ઉદયે આવતા સંયોગોનો વિકલ્પરહિત સહજ સ્વીકાર તે જ મોક્ષપુરુષાર્થ ! આવતી ચીજ માટે હરખ ન કરો, જતી ચીજ માટે આંસુ ન સારો ! હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથનું વાંચન કરો ! મહાપુરુષોનું ચરિત્ર વિચારો ! સ્વપક્ષે સુકૃતના અનુમોદન કરતાં સુકૃતના વિસ્મરણનું મુલ્ય ઊંચુ છે. • આદર અને બહુમાનની પૃષ્ઠભૂમિ ઉપર સેવાયેલ સત્સંગ ફળદાયી થાય. • ક્યાં જાવ છો તેની કિંમત નથી પરંતુ શું લઈને જાઓ છો તેની કિંમત છે. નિજાનંદનો નિષ્કર્ષ ૮૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy