________________
•
ઉપયોગનું વિષયાકારે પરિણમન તે જ વિકલ્પ છે. પરિણામ નહિ પણ પરિણામી જણાવો જોઈએ !
નિર્દોષ બનવા માટે દોષની વકીલાત કરવી છોડી દઈ કબુલાત
કરતાં થાઓ !
વીતરાગ છે તે દેવ છે, નિગ્રંથ છે તે ગુરૂ છે. સર્વત્ર અહિંસા પ્રવર્તન એ ધર્મ છે.
વસ્તુ ઉપર આવરણની સાથે સાથે
વ્યક્તિની સમજ ઉપર પણ આવરણ છે.
આવે તો હાસકાર નહિ અને જાય તો હાયકાર નહિ તેનું નામ સ્મયક્ પરિણતિ.
• જેટલો ભૌતિકવાદ વધશે એટલો ઉપભોક્તાવાદ વધશે અને તેટલો આત્મા ભૂલાશે.
જેને હૃદય સ્વીકારે તે શ્રદ્ધેય બને. આત્મજ્ઞાન થાય તો આત્મવિશ્વાસ આવે અને આત્મમય થવાય.
ઉપયોગ દષ્ટામય બને છે ત્યારે એવી શક્તિ પેદા થાય છે કે થોકબંધ કર્મ બહાર નીકળે છે.
૮૯ સાધના