SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ • કર્મના ઉદયે ચાલતી ફિલ્મમાં ફિલ્મના પડદાની જેમ જેટલા નિર્લેપ રહો તેટલો આત્મધર્મ. કર્મનો ઉદય એ પરસત્તા છે એમ તેને જે જાણે છે તે પરસત્તાનો સમભાવે નિકાલ કરી શકે છે. • આત્માએ પોતે પોતાને અનુશાસન આપી પોતામાં રહેવાનું છે, કારણકે ગામ નહિ ફરે, ગાડું ફરે. • આત્માનો આત્મા તરીકે જીવનમાં સ્વીકાર નથી થતો ત્યાં સુધી પૈસાનું ગણિત બહુ ગૂંચવે છે. ચલચિત્ત અવસ્થા એ સંસાર છે. • અ) ક્ષમા વિનાના બધાં જ ગુણો હોવા એ રત્નવિહોણી ઉઘાડી મંજુષા છે. બ) બધાંજ ગુણવિશેષણોને બાજુએ રાખી મુનિને ક્ષમાશ્રમણ વિશેષણથી નવાજ્યા છે. • દિશા બદલાય તો દશા બદલાય. • યા ત્રાયતે પાપાત્ સા યાત્રા I • જ્ઞાનીની અપેક્ષાએ તો બે ગાંડગાંડાનું મિલન તેનું નામ લગ્ન અને તેનું જ નામ સંસાર ! નિજાનંદનો નિષ્કર્ષ ૯૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy