________________
ગુર્વાશામાં વિકલ્પ શોધવો એ શિષ્યની અપાત્રતા છે.
• આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર દૃષ્ટિ ઠરે તો સંસાર અસાર લાગ્યા વિના રહે નહિ.
• સ્વમાં સ્વાધીનતા છે જ્યારે પરમાં પરાધીનતા છે.
.
.
ભેદનો ભેદ કરી એનો છેદ કરવાનો છે.
• જે પોતે પોતાની જાતને નહિ ઓળખે તે બીજાંને કેમ કરી ઓળખશે ?
• પ્રબળ પુણ્યના ઉદયે જ સત્પુરુષનો સુયોગ થાય છે.
ધ્યેય સ્પષ્ટ થયેથી જ ગતિ પ્રગતિરૂપ બને છે.
• પરોપકારની વાવણી એ ઉન્નતિનું વાવેતર છે.
• દોષ સામે આત્માનું રક્ષણ કરે તે ગુણ કહેવાય. • કર્તા કાર્યરૂચિવાળો બને છે ત્યારે કારણઉપાદનતા પ્રગટે છે.
• ઉદયના સાગરમાંથી નીકળી ચેતનના મહાસાગરમાં ન ભળ્યા તેથી સંસારસાગર ન તર્યા.
૯૧ સાધના