________________
છ
૦
• જ્ઞાન એટલે જૂનું નીકળે પણ નવું ભરાય નહિ.
• ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે.
જ્ઞાનમાં જ્ઞાયક જણાવો જોઈએ અને જગત વિસરાવું જોઈએ.
સમ્યગ્દષ્ટિ ત્રણે કાળમાં દુર્જન નહિ બને.
પોતાની જ ભૂલ દેખાય અને સામો નિર્દોષ દેખાય ત્યારે સમ્યક્ત્વ આવ્યું જાણવું.
• જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી સંસારમાંથી છૂટે છે. - ચેતન ભાવ કે અભાવ સ્વરૂપ નથી પણ સ્વભાવ સ્વરૂપ છે.
.
• ચેતન એના સ્વાતંત્ર્યને ઝંખતો નથી કારણકે પારતંત્ર્ય એને ખટકતું નથી.
• અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. નમ્રતા એ જ્ઞાનનું પાચન છે.
જ્ઞાનને જ્ઞેય સાથે સંબંધ નથી પણ જ્ઞાતા સાથે સંબંધ છે.
૨૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર