SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ d મતિજ્ઞાન જે વિકારી છે, તેને અવિકારી બનાવીએ તો તે જ્ઞાન કેવળજ્ઞાન રૂપે પરિણમે. • જ્ઞાનમાં જાણનારો જણાય એ મોક્ષમાર્ગ છે, જ્યારે જગત જણાય એ સંસાર છે. • સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા એ નિરાલંબન ધ્યાન છે. ક્ષાયિક ભાવ જેટલો વિશેષ સમજાય તેટલો વિશેષ ક્ષયોપશમ ભાવ તૈયાર થાય. • વસ્તુસ્વરૂપ જો વિધેયથી ન સમજાતું હોય, તો નિષેધથી તરત સમજાઈ જશે. નિષેધ જ્ઞાત છે. વિધેય અજ્ઞાત છે. જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવાનું છે. • અધર્મ સમજાઈ જશે, તો ધર્મ સમજાવવો નહિ પડે, અધર્મને કાઢવો એ જ ધર્મ. • વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે. બાળક અન્ન નિર્દોષ છે. જ્ઞાની પ્રાજ્ઞ નિર્દોષ છે. • જ્ઞાનક્રિયા એ જ્ઞાનનું દશ્ય સ્વરૂપ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૨૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy