SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ • શેયને વળગવા જતું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાનમાં રહેતું જ્ઞાન એ વિજ્ઞાન છે. • જેમાં કિંચિત્ માત્ર અહંકાર ન હોય, તે સહજ વાણી છે. . છ પુદ્ગલની નહિ પરંતુ સ્વભાવની રક્ષા કરે તે જ્ઞાની. મતિનું હોવાપણું ગતિ સૂચક છે કે જેવી મતિ તેવી ગતિ. આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી. • ગતિ છે તેથી ગત્યાનુસારી મતિ ઊભી થાય છે. દીવો ઉજાસ પાથરે. દીવો કાંઈ વસ્તુ લે મૂક કરે નહિ. જ્ઞાનનું પણું એવું જ છે. પ્રકાશ પાથરે પણ કાંઈ કરે નહિ. અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે. . બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે. પરિણમન સમજણ અને શ્રદ્ધાને આધારે છે. ૨૯ દર્શન-જ્ઞાન-ચારિત્ર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy