________________
• અ) જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જીવ રાગાદિભાવનો
કર્તા છે.
બ) ભેદજ્ઞાન થયા પછી જ્ઞાનવાન આત્મા કર્તાભાવ રહિત જ્ઞાની બની રહે છે.
આત્મા વીતરાગ બન્યા પછી જ્ઞાનસામાન્ય હોય છે ત્યારે આત્મા પોતાના આત્મસ્વરૂપમાં લીન થાય છે અને પછી તેને વિશેષભાવ એટલે મત કે અભિપ્રાય હોતો નથી તેથી મનથી બંધાતો નથી. પછી તો જ્ઞાન જ્ઞાનમાં જ રહે છે અને પદાર્થ પદાર્થરૂપે જ રહે છે. બે ભેળાં થતાં નથી.
અ) માધ્યસ્થ એવું જ્ઞાન જ્ઞેયમાં ભળી પર્યાયષ્ટિ થાય છે તો તે જ્ઞેયાનંદી બને છે.
બ) માધ્યસ્થ એવું જ્ઞાન જ્ઞાતામાં-જ્ઞાનમાં ભળી દ્રવ્યદૃષ્ટિ થાય છે તો તે જ્ઞાનાનંદી બને છે.
• જ્ઞાનીનું બધુંય પ્રવર્તન નિમિત્ત-નૈમિત્તિક ભાવે હોવાથી તે મોક્ષમાર્ગ છે.
.
અ) આત્મજ્ઞાન પૂર્વેની આત્મસમાધિની સ્થિતપ્રજ્ઞતા એ મનઃસ્થિતિ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૩૦