________________
.
દુઃખ જ હોય. સુખ લાગે છે તે મૂઢતા છે.
• હકીકતમાં જીવ પરપદાર્થને ભોગવતો નથી પણ પરપદાર્થ ઉપર કરેલા રાગાદિવિકલ્પને જ ભોગવે છે.
સાચું સુખ તો સ્વરૂપનું સુખ છે, જે સ્વાધીન હોય, વર્ધમાન હોય, ભોગવટામાં દુઃખરૂપ ન હોય અને અંતે પૂર્ણતામાં લય પામનારું હોય.
• સંસારમાં સંસારીને અનુભવાતું સુખ, -એ તો દુ:ખ ટાળવા રૂપ કે દુઃખ કાપવા રૂપ વિષમતામાંથી સમસ્થિતિમાં આવવારૂપ સુખ છે. એ ડોળીવાળો ખભો બદલે એવું ક્ષણિક આભાસિક સુખ છે.
• રાગમાં ક્ષણિક એભદતાનું સુખ છે. પ્રેમમાં-વીતરાગતામાં ત્રિકાલી અભેદતાનું, સમગ્રતા-વ્યાપકતાનું સુખ છે. • જેના સ્વરૂપમાં વર્ધમાનતા હોય, જેના ભોગવટામાં નિશ્ચિંતતા, નિર્લેપતા હોય અને જે પૂર્ણતામાં લય પામતું હોય એ સાચું સમ્યગ્ સુખ છે કે જે વિરતિધરોને હોય છે.
• જીવ જાતનો અવિનાશી હોવાથી અજ્ઞાનતામાં પણ વિનાશીમાંથી ય અવિનાશીની જાતનું સુખ શોધે છે. જીવ બધે નિત્યતા-સ્થિરતા અને પૂર્ણતાને જ ચાહે છે. ચાહ સાચી છે પણ ચાલ ખોટી છે.
૧૬૧ સુખ દુઃખ