________________
.
દોષ જીવતા જાગતા ઊભા રાખીને દુઃખ દૂર કરવાથી દુઃખના ડાળ-પાંખડાં કપાય છે પણ મૂળ કપાતા નથી.
સુખનું કારણ પરપદાર્થ નથી પણ
આત્મામાં રહેલો સ્વયંનો શાંતરસ છે.
દુઃખનું કારણ પરપદાર્થ નથી પણ આત્મામાં રહેલાં તામ-રાજસના દુર્ભાવ છે.
• સુખ દુઃખનું કારણ શું સામગ્રી છે કે આપણી અંદરની પરિણિતિ છે ? વિચારો !
• સાધન સહિતતાથી નહિ પણ સાધન રહિતતાથી સુખ છે.
.
•
જેવું હશે તેવું ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે એવી વૃત્તિના માણસો દુઃખી થાય નહિ.
દુઃખમાં જ્ઞાતાદૃષ્ટા બની દુઃખ સહન કરી, સુખ-દુઃખથી પર રહે તે અતિમાનવ, એ મોક્ષ પામે.
કલ્પિત સુખ સાન્ત હોય છે જ્યારે નિર્વિકલ્પ સુખ અનંત હોય છે.
• સમજ ટકે તો દુઃખ ઘટે.
.
ભગવાનનું શાસન મળ્યા પછી દુઃખી થવું અશક્ય છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૬૨