________________
ભાષાસમિતિ પૂર્વક નિરવદ્ય વચન પ્રયોગ જ કરાય. સાવદ્ય વચન નહિ બોલાય. કહેવત છે ને કે...
“કાણાને કાણો કહેતા, ખોટા લાગે વેણ ધીરે રહીને પૂછીએ, શાને ખોયા નેણ ?''
• કદાગ્રહ એ એકાંત છે-મિથ્યાત્વ છે. તેથી એ દોષ છે. સ્યાદ્વાદદર્શનમાં કદાગ્રહને સ્થાન જ નથી. - ભૌગોલિક અંતર (દૂરી-ક્ષેત્રભેદ) એ અંતર નથી. જ્યાં સદ્ભાવ છે ત્યાં ભૌગોલિક અંતર આડું આવતું નથી.
• હૃદયથી જે રુચિકર છે તે દૂર છતાં સમીપ છે. એ હૃદયસ્થ જ છે.
.
• ગુણસિદ્ધિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને સ્વરૂપસિદ્ધિથી મોક્ષ પમાય.
૭
• અજ્ઞાનીને પુણ્યનો ભરોસો છે પણ જાતનો-આત્માનો ભરોસો નથી.
• વલણ આત્માના શુદ્ધસ્વરૂપ તરફનું હોય અથવા નિરાસંશ ભાવે ગુણપ્રાપ્તિનું હોય ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
.
ગુરૂચિ એ તત્ત્વતઃ મોક્ષરૂચિ છે.
• ઉપાય તેને લાભદાયી થાય છે કે જેની દૃષ્ટિ ઉપેય
૬૩ સાધના