________________
ઉપર હોય છે.
• ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે.
• શ્રદ્ધા થાય ત્યાં પુરુષાર્થ થાય. શ્રદ્ધાનું બળ પુરુષાર્થને વેગ આપે છે.
♦ અપવાદ સંયોગવશાત આચરણીય બને છે પણ તે દર્શનીય, આદરણીય કે અનુકરણીય કે કથનીય નથી
.
બનતા.
પાપની અટકાયત તે પ્રથમ ધર્મ. પ્રાપ્ત લક્ષ્મીનું પુણ્યમાં પ્રવર્તન એ પછીની કક્ષાનો ધર્મ છે.
• અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે.
સંસાર અને મોક્ષ ઉભયનો ખ્યાલ હોવો જોઈશે. સંસારના વિધવિધ રંગબેરંગી, કાબરચીતરા, ચિત્રવિચિત્ર, વિનાશી સ્વરૂપની સમજથી સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે જે નિર્વેદ છે. જ્યારે મોક્ષ પામવા સિદ્ધાવસ્થાના નિતાંત નિર્મળ, નિત્ય, નિરપેક્ષ, નિરાવલંબ, નિષ્પાપ, શુદ્ધ, સંપૂર્ણ, શાશ્વત, સર્વોચ્ચ, સ્વાધીન, અપ્રતિપાતી, અવ્યાબાધ એવાં આત્યંતિક સુખની શ્રદ્ધા થાય અને એની તલપ લાગે તો મોક્ષ પામવા માટેના પુરુષાર્થમાં પ્રબળ વેગ આવે, જે સંવેગ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૬૪