________________
•
આત્મવીર્યનો પ્રવાહ સંસાર
ભણી ન વહેતા મોક્ષપ્રાપ્તિ ભણી ઘનીભૂત બનીને વહે તે જરૂરી છે.
વૈરાગ્યની ટિકિટ લઈ નિશ્ચયની ગાડીમાં બેસી પ્રવાસ (નિગોદથી નિર્વાણ સુધીની યાત્રા) દરમિયાનના અંતરાળમાં વ્યવહારનું જો ઉચિત પાલન થશે તો સ્વરૂપના સતત લક્ષ્ય ગંતવ્ય એવા મુક્તિધામે અવશ્ય પહોંચાશે.
જેનું સ્વરૂપ સડન પડન વિધ્વંસન છે તે પુદ્ગલ છે.
• ગતિમાં ગમન અને મરણ છે જ્યારે સ્થિતિમાં શમન અને રમણ છે. (અને ઠરણ-અકરણ છે.)
વેદન – અનુભવન પર્યાયમાં છે.
ગુણહીન કે હીનગુણીની સંગત નહિ કરતાં ગુણાધિક કે સમગુણીની સંગતમા રહેવું.
• સ્વનામ, સ્વરૂપ, સ્વકથા, સ્વ ભાવ આદિ વર્તમાનના સ્વયંના ઔદયિક વિનાશી નિક્ષેપાના વળગણમાંથી છૂટવા અને એને ભૂલવા માટે સાધકે અવિનાશી પરમાત્માના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ નિક્ષેપામાં ઓતપ્રોત થવાનું છે.
૬૫ સાધના