________________
.
સારા નરસા પદાર્થ, પ્રસંગ, સંયોગ, પરિસ્થિતિની અસરથી મુક્ત થઇ સ્વભાવમાં સ્થિત થવું તે આંશિક વીતરાગતા છે. એ વીતરાગતાની, સાધનામાં મળતી ઝલક છે.
મનોલય, વચનલય, કાયલયની શ્રેષ્ઠતા ઉપર મોક્ષમાર્ગ છે.
• ક્રિયા રહે પણ કર્તા નીકળી જાય ! સંસાર રહે પણ સંસારભાવ નીકળી જાય ! તે ખરી સાધના છે.
• પદાર્થ ઉપરનું મમત્વ નબળાઇ છે અને પદાર્થ સાથેનું એકત્વ એ મુર્ખાઇ છે.
• આત્મશ્રદ્ધા દઢ થવાથી કે નિઃસ્વાર્થભાવે પરોપકાર કરવાથી જ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે.
• શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ નહિ પામી શકાય.
.
ઠરેલો ઠારે અને બળેલો બાળે.
• સામાનો દૃષ્ટિકોણ નથી સમજાતો તેથી આપણને કષાય થાય છે. VIEW POINTS DEGREE જુદી જુદી છે તેથી જીવો જુદું જુદું માને છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૬૬