SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ . નદી-તળાવનું પાણી તો નિર્મળ છે પણ ઉપરની શેવાળ મેલી છે. એમ આત્મા તો નિર્મળ છે પણ વર્તમાન પર્યાયમાં થતો વિકાર તે મેલ છે. • જે બીજાની ભૂલને ભૂલે એ ખરેખર ભૂલ કરતો નથી. અને જે બીજાના ગુણને જુએ તે દોષ સેવતો નથી. ચિંતા કરતાં આવડે છે પણ ચિંતન કરતાં નથી આવડતું. • જગત વાવ સ્વરૂપ છે. જેવો અવાજ કરશો તેવો પડઘો પડશે. સંસાર એ બીજું કાંઈ નહિ પણ પૂર્વભવમાં કરેલા આપણા કંપનના (અવાજના) પડઘા છે. • કર્મ તો ટપાલી જેવું છે. એ તો ટપાલીની જેમ જ જેની જેની જે જે ટપાલ હોય તે સમયસર પહોંચાડે છે. • મનુષ્યભવમાં આવીને આત્માએ સાચી સ્વતંત્રતા મેળવવા જબ્બર પુરુષાર્થ કરવાનો છે. કર્મની જંજીરો તોડ્યા વિના મુક્તિ નહિ મળે. • વર્તમાન સંયોગ અને પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ માટે બીજાને દોષ આપવા જેવો નથી. • ભાવ એટલે ભવન-પરિણમન-ભાવન-થવાપણું- બનવાપણું-ભાવવાપણું. ૬૭ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy