SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજન કટ-ઓફ કરો તો રાગ વિરાગમાં પરિણમે અને તો વીતરાગ બનાય. • જ્ઞાતાટષ્ટા બની જીવન જીવાય તો જ સંસારના ઋણ પૂરા થાય. સંસાર એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે સંસાર. • સમગ્ર મોક્ષમાર્ગ જાતને ઓળખીને જાતમાં રહેવામાં છે. જ્ઞાનીને પ્રયોજન વીતરાગતા સાથે છે પણ જગતના પદાર્થો સાથે નથી. . આખો ય મોક્ષમાર્ગ જીવના ડહાપણ અને જીવની આત્મજાગૃતિ ઉપર નિર્ભર છે. જે ભીતરથી જાગ્યો તેને જગતમાં બાંધનાર કોણ છે? સંકલ્પ વિના કોઈપણ કાર્યની સિદ્ધિ થાય નહિ. • સંકલ્પ થાય તો વિકલ્પ સુધરે અને તો ભાવધારા સુધરે. • સાધનાની વૃદ્ધિથી શુદ્ધિની વૃદ્ધિ છે અને શુદ્ધિની વૃદ્ધિથી સત્વની વૃદ્ધિ છે. • અર્થ અને કામને ધર્મથી નાથવાના છે. ૧૧૧ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy