________________
•
વ્યક્તિના ગુણગાન ગાવા કરતાં વ્યક્તિના મતના સ્વીકારની અગત્યતા છે. વીતરાગના શાસનમાં ક્યારેય વ્યક્તિના બંધનમાં ન આવવું.
તું તારામાં ઠર ! તો તને ભાન થશે કે, તું જ ભગવાન
છે ! BE STILL AND FEEL THAT I AM 'GOD' !
• ધ્યાનાદિ સાધનાનો સમય એ પરમાત્મા સાથેની એપોઈન્ટમેન્ટ છે જે વિસરાવી કે ચૂકવી ન જોઈએ. • જ્ઞાયકભાવમાં પાછા ફરવું એ જ સાચું સાર્થક પ્રતિક્રમણ છે. • પ્રભાવક થવું છે કે ભાવુક થવું છે ? પ્રસિદ્ધ થવું છે કે સિદ્ધ થવું છે ? પ્રચાર કરવો છે કે પ્રચુર થવું છે? પ્રચારક થવું છે કે આરાધક થવું છે ? સામાયિક થવું છે કે માયિક બનવું છે ? શું થવું છે ? એ સાધકે પોતે જ નક્કી કરી સાધનાપંથે પ્રયાણ કરવાનું છે.
વસ્તુસ્થિતિને નહિ બદલીએ તો ચાલશે પણ આપણે મનઃસ્થિતિને તો બદલતા શીખવું પડશે.
//
• જીવન તરફનો આપણો અભિગમ એ નક્કી કરે છે કે જીવન આપણા તરફ કેવો અભિગમ રાખશે ?
જેવું આત્મદ્રવ્યનું સ્વરૂપ તેવો જ તેનો શુદ્ધ પર્યાય, તેનું
૫૭ સાધના