________________
આત્મા
• જે દેખાય છે એ ખરેખર નથી જ, કારણકે તે વિનાશી છે. જે નથી દેખાતું એ છે, કારણકે તે અવિનાશી છે.
છ
ચિંતા કોની કરવાની ? સાથેને સાથે રહેનાર આત્માની કે છૂટા પડી જનાર શરીરની ?
શરીર એ દૂધનો લોટો છે. આત્મા એ ઘીનો લોટો છે. કોને બચાવશો ? કોને સાચવશો ?
• આત્મવિસ્મૃતિ – પરમાત્મ વિસ્મૃતિ એટલે ભાવ મરણ.
1
• આકાશ ઉપર કોઇ ચિત્ર દોરી શકાતુ નથી. અરૂપી ઉપર કોઈ ચિત્રામણ કરી શકાતું નથી.
નિજાનંદનો નિષ્કર્ષ ૩૬