________________
ખૂબી વિકસે અને ખામી દૂર થાય એવી ટેક રાખવી. • જયણાના ગર્ભમાં પ્રત્યેક જીવ સાથે આત્મોપ્ય- આત્મતુલ્યતાનો ભાવ છે.
• સ્થિર હોય તેનું ધ્યાન થાય, પળે પળે પલટાય તેનું કેમ ધ્યાન થાય ?
.
બન્યું તે સાચું અને બન્યું તે જ ન્યાય
કારણ એ કર્મનો
પરિપાક છે.
• અક્રમ થવાય નહિ ત્યાં સુધી અકાલ બનાય નહિ.
અકાર્ય કરતાં અટકાવે અને સત્કાર્યમાં જોડે તે કલ્યાણમિત્ર!
પ્રેમથી-સમજથી જે કાર્ય થાય તે આગ્રહથી નહિ થાય.
• સહાય કરે, સહન કરે, સમતા રાખે, (અપ્રમત) સાવધ રહે તે સાધુ !
•
હું જ નહિ પણ વિશ્વ આખુંય અકર્તા છે એવા ભાવથી જ જગતને નિર્દોષ જોવાશે.
• અધ્યાત્મમાં સંઘર્ષ એટલે ચૈતન્યસ્વરૂપનો સ્વીકાર અને બહારના બનાવોમાં દષ્ટાભાવ.
૯૩ સાધના