SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ • જગત નિર્દોષ જ છે એવું જાણશો તો છૂટશો. • આગ્રહ એ જ મોટામાં મોટો વિગ્રહ છે. • જન્મ-જન્માંતરનો ભીતરમાં ભરેલો માલ વીતરાગ દૃષ્ટિથી ખાલી કરવાનો છે. નિર્જરા સાધવાની છે. અજ્ઞાનદષ્ટિથી તો ભરેલો માલ ખાલી થોડો થાય છે અને ભરાય છે ઘણો બધો, તેથી ભારે થતાં જવાય છે. • કરનારા કરતાં કરનારાને જોનારાનું સ્થાન અતિ ઊંચું છે. . હિસાબ પતે નહિ ત્યાં સુધી કોઈ કોઈને છોડતું નથી અને હિસાબ પત્યા પછી કોઈ કોઈને માટે ક્ષણભર થોભતું નથી. • વિનાશી ચીજ મળ્યાનો આનંદ વિનાશી હોય. અવિનાશી ચીજ મળ્યાનો આનંદ અવિનાશી હોય. . મોક્ષ માટે કાંઇ કરવાનું નથી પણ જે કર્મનો માલ ભર્યો છે તેને ખાલી કરવાનો છે. ભાર ઉતારવાનો છે. • પરને બચાવવા માટે જે આક્રમણ કરાય-વીર્ય ફોરવાય, તેને પરાક્રમ કહેવાય છે. • પૈસા મળ્યાં એ પુણ્યોદય પણ પૈસા ગમ્યા એ પાપોદય. નિજાનંદનો નિષ્કર્ષ ૭૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy