________________
જેને સંસારમાં ખોટ ખાતા આવડે તેને અધ્યાત્મમાં નફો રળતા આવડે.
• ચાર મહા સત્યો : ૧) બન્યું તે ન્યાય. ૨) ભોગવે એની ભૂલ. ૩) બનનાર છે તે ફરનાર નથી. ૪) જે કાળે જે પર્યાય આવીને ઊભી રહી તે પર્યાયને પોતાની તથા પ્રકારની યોગ્યતા સમજી સમભાવે તેનો સ્વીકાર કરી તેનો ઊકેલ લાવવો-નિકાલ કરવો. નરકમાં સમિતિ મહાત્માને આ સત્યોના આધારે જ સમતા ટકે છે.
પ્રથમ સત્યથી ભૂતકાળ ઉપર ચોકડો મૂકાય છે. દ્વિતીય સત્યથી વર્તમાનકાળ સુધરે છે. તૃતીય સત્યથી ભવિષ્યકાળની ચિંતાથી મુક્ત થવાય છે અને ચતુર્થ સત્યથી આપણી અને આપણા સંયોગ-ઋણાનુબંધના સંબંધમાં આવનારની સમાધિ ટકે છે, ભાવ બગડતા નથી.
• દેહાધ્યાસને કારણે દેહચેષ્ટા શીખવાડવી પડતી નથી. સ્વરૂપચેષ્ટા શીખવવી પડે છે.
‘હું દેહ છું !’ એ એક જ વિકલ્પ - એક દંડિયા મહેલ ઉપર સંસાર છે.
૫૫ સાધના