________________
છ
દેહની અસર જો મન ઉપર નહિ વર્તે- મતિજ્ઞાનના ઉપયોગ ઉપર ન વર્તે તો સમજવું કે સ્વરૂપનું લક્ષ સાચું થયું છે.
• વર્તમાનમાં રહેવું, નિમિત્તનો સ્વીકાર, પર્યાયની વિશુદ્ધિ અને સ્વરૂપના લક્ષ્યનું
સતત સ્મરણ, એ સાધકની સાધનાના લક્ષણો છે.
• ચિત્તની નિર્મળતા અને સ્વરૂપની તીવ્રતા આત્માનુભૂતિના દ્વાર ખોલી આપે.
• પ્રાણ જાય તો ભલે જાય પણ કોઈને માટે ખોટું વિચારું નહિ અને કોઈનું ખોટું કરું નહિ.
.
•
“આપણને જે આપણા માટે પ્રતિકૂળ લાગતું હોય તે બીજાં પ્રતિ ન આચરવું’' એજ હિતકર છે.
વિપક્ષે રાહત ત્યાં સ્વપક્ષે સમકિત. સમકિતિ પોતાના સંપર્કમાં આવનારને રાહતરૂપ બને પણ નડતરરૂપ નહિ
થાય.
જ્યાં સર્વત્ર પ્રેમનું નિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ. નિષેધ બળવાન બને તો વિધિ પ્રબળ થાય.
સંસાર પર્યાયમાં છે. મોક્ષમાર્ગ અને મોક્ષ પણ પર્યાયમાં છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૫૪