SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ • જેનાથી ચેતના મૂર્છિત થાય તે પ્રમાદ ! . . વિષય, કષાય, વિકથા, નિદ્રા, મદ્યપાન એ પ્રમાદ છે. મનુષ્ય ગતિ, મનુષ્ય ભવ એ ધર્મની મોસમ છે. જેને જીવતાં આવડે તેને મરતાં પણ આવડે જ. ♦ કાર્યમાં નિષ્ફળતા મળે તો પણ મન બગડવા નહિ દેવું અને પરમાત્માની લગન છૂટવા નહિ દેવી. • ઉપયોગનો ઉપયોગ છે કે ઉપયોગનો દુરુપયોગ છે? વિચારો? © લેવાથી લેવાઇ જવાય જ્યારે આપવાથી છૂટા પડી જવાય. • ગુણ જ ધર્મ છે અને દોષ જ અધર્મ છે. • ગુણ-દોષથી અપાતી ધર્મ-અધર્મની સમજ સર્વ ગ્રાહ્ય અને સર્વ સ્વીકૃત બને છે. • પર્યાયમાં ચિત્તની વિશુદ્ધિ હોય અને સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર હોય તેટલું અશુભથી બચાય. . નિમિત્તનો સ્વીકાર કરવાનો હોય પણ નિમિત્તમાં ભળવાનું ન હોય. ૫૩ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy