________________
.
.
.
બ) પોતે પોતાવડે પોતાનામાં પોતાનું સ્વરૂપ- પોતાનું પોત પ્રગટ કરવાનું છે.
સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંચમતિ મોક્ષ છે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે.
છાશમાં તરતા માખણની જેમ સંયોગોની વચ્ચે પણ સંયોગો અને તેની અસરથી અળગા રહેવું તે મોક્ષમાર્ગ છે.
જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે.
ષટ્કારકનું બાહ્ય પ્રવર્તન સંસાર છે પણ ષડ્કારકનું અત્યંતર પ્રવર્તન એ મોક્ષમાર્ગ છે.
• કાર્ય કરતા પૂર્વે કાળજી-વિવેક જરૂરી છે પણ કાર્ય થયા પછી સારું કે નરસું જે થયું તે થવાનું હતું એ પ્રમાણે થયું એમ માનવું અને કર્તાભાવનું ઉન્મૂલન કરી નાંખવું- અળગા થઈ જવું એ જ યોગ્ય છે.
• જેને પોતાની જ ભૂલ દેખાય અને જગત આખું નિર્દોષ જણાય તે પરમ સજ્જન છે.
અ) નામ અને રૂપની ખોટી ઓળખથી અળગા થવું પડશે. બ) અનામી અને અરૂપી એવું આત્મસ્વરૂપ જે સ્વ છે, તેની
૧૧૭ સાધના