SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ તુ • સ્વીકારમાં સમાધિ છે જ્યારે પ્રતીકારમાં ઉપાધિ છે. પુદ્ગલમાં જેને મિઠાશ તેના સંયમમાં કચાશ. જે છોડીએ એનાથી છૂટી જઈએ-એને ભૂલી જઇએ તો તે છોડ્યું સાચું ! • બાહ્ય અસરથી ભિન્ન એવું ભીતરી તત્ત્વ તે સમાધિ ! જગતને બહુ જોયું અને બહુ જાણ્યું. હવે ડાહ્યો થઈ જાતને જો અને જાતને જાણ ! પરપીડન વિનાનું સ્વનું સ્વમાં પ્રવર્તન તેનું જ નામ સંયમ ! • એક માત્ર માનવબજારમાં જ મળતો મોક્ષ માનવભવ પામી ખરીદી જવા જેવો છે. • અરિહતમાંથી અરિહન્ત થઈએ તો અહં અર્હમ્ બને, અહંકાર આત્માકાર બને. ભળે છે તે બળે છે જ્યારે ભાળે છે તે મહાલે છે. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ એમ જ્ઞાની કહે છે. ૮૫ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy