________________
સ્વથી સંયુક્ત થવાનું છે જ્યારે પરથી વિભક્ત થવાનું છે. • જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. • માનવજીવન બુદ્ધિને બદલે ભાગ્યથી વધારે ચાલે છે. • પરને માત્ર નિહાળો તો સ્વને નિખારો!
•
•
અ) આત્માની વિસ્મૃતિ એજ અજ્ઞાન, નિદ્રા અને પ્રમાદ છે.
બ) સતત આત્મસ્મૃતિ પૂર્વકનું આત્મપ્રવર્તન એ અપ્રમત્તતા છે.
જેમ ઘર બાળીને તીરથ ન થાય એમ આત્માને ભૂલીને પ્રવર્તન ન થાય.
અ) પરને માણવું એય ભૂલ અને પરને જાણવું એય ભૂલ !
બ) જે તારું નથી એ તને ન જણાય એનાથી તને શું નુકસાન ?
ક) જોનારાને જોવો અને જાણનારાને જાણવો તે અધ્યાત્મ છે.
• સાધક સિદ્ધિ ઈચ્છે છે તેથી પ્રસિદ્ધિથી પર રહે છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૮૬