________________
છ
પુદ્ગલાભિનંદી–ભવાભિનંદી જીવોને
અલ્પ વિરામ હોઈ શકે છે પણ પૂર્ણ વિરામ હોતો નથી. પૂર્ણ વિરામ તો આત્માનંદી ભવ્યાત્માઓને હોય છે.
વર્ણન અને વેદન સમકાળે ન થાય. સાકર આસ્વાદતી જીભ સાકરનું વર્ણન નહી કરી શકે.
ઊંધી મિથ્યા માન્યતાને કાઢો અને સીધી સમ્યગ માન્યતાને ઘૂંટો !
• નયનમાંથી સરતા આંસુ દુઃખ ધુએ છે. હૃદયમાંથી સરતા આંસુ પાપ ધુએ છે.
વિશ્વનો શ્વાસ તે વિશ્વાસ.
• પરસ્પર ગુણોની આપ-લે, એજ સાધર્મિક વાત્સલ્ય.
• ચિતા તન(મડદા)ને બાળે, ચિંતા મન (જીવતા)ને બાળે અને ચિંતન દોષોને-પાપોને-કર્મોને બાળે.
• પ્રારબ્ધ એટલે પૂર્વકર્મનો ઉદય. પુરુષાર્થ એટલે સંવર અને નિર્જરા.
છે
દેવ દર્શન દે ! આત્માના પરમાત્મસ્વરૂપની ઓળખ કરાવે ! ગુરુ દેવની ઓળખ કરાવે અને દેવ થવા શાન
નિજાનંદનો નિષ્કર્ષ ૧૩૦