________________
.
.
• આત્માની શોભા આત્મગુણોથી છે. ગુણવૈભવ એ જ આત્મવૈભવ.
પ્રકૃતિ અને પુરુષ (=આત્મા)નો સંયોગ તે સંસાર, પ્રકૃતિ અને પુરુષનો વિયોગ તે મોક્ષ.
• જો નજર આતા હૈ, વો અપના નહિ હૈ, જો અપના હૈ વો નજર નહીં આતા.
સ્વનું અસ્તિત્વ, આત્માના હોવાપણાને સૂચવે છે. પોતાપણું એટલે કે સ્વત્વ અને સ્વ ગરિમા-સ્વગૌરવ-સત્વ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે.
શંભુ એટલે સમભુ અર્થાત્ શિવ. એ સમભુ પાંચ ભૂતની ભેગાં ભેળો થયો એટલે શંભૂમેળો થયો. એથી જ જે સમભુ હતો તે વિષમભૂ થયો.
• ભગવાન આત્મા દેહાલયમાં ગર્ભિત છે, તેથી ભયભીત છે.
• જીવ કર્મજનિત છે તેથી કમજાત છે અને કમજાત છે માટે કબજિયાત ઊભી થઇ છે. એટલે જ બધું અવળું દેખાય છે અને તેથી જ અવળચંડુ વર્તન થાય છે. શાસ્ત્ર-પુરાણ કથામાં આવતું કુબ્જાનું પાત્ર કર્મજનિતતાનું સૂચક છે.
૪૩ આત્મા