________________
વર્ણ ઊભો થયો એટલે વર્ણધારીના વર્ણન થવા માંડ્યા. • પોતે પોતાની ચીજને ઓળખે તો પછી પારકી ચીજને છોડવાનું કે તેથી છૂટવાનું દુઃખ ન થાય.
ચેતન જ્ઞાનપ્રકાશ ફેલાવવા સિવાય કાંઈ કરતો નથી. બીજી ક્રિયામાં પોતાપણાની ભ્રાંતિ છે તે જ મિથ્યાત્વ
છે.
• આત્મા એના મૌલિક સ્વરૂપમાં સંબંધ વિનાનો અદ્વૈત હોવાથી સંબંધની છઠ્ઠી વિભક્તિ આત્માને લાગુ પડતી નથી.
• બહાર પરમાં સુખ શોધે તે બહિરાત્મા. અંતરમાં સુખ શોધે તે અંતરાત્મા. અને પોતાના સુખમાં લીન રહે તે
પરમાત્મા.
નિજાનંદનો નિષ્કર્ષ ૪૪