________________
.
.
ભેદ થાય તો અભેદ થવાય.
ઘનભાર(+VE)ને ઋણભાર(VE) લાગ્યો છે તેથી સંસાર પ્રવાહ શરૂ થયો છે. ઋણભાર એટલે કે ઋણાનુબંધ પૂરા કરીએ તો ઘનત્વને- આનંદઘ ને પામીએ.
• અવસ્થા (પર્યાય)માં અવસ્થિત નહિ થવું પણ અવસ્થાવાન (દ્રવ્ય)માં પ્રતિષ્ઠિત થવું.
•
ફરીયાદનું મૂળ જે યાદ (સ્મૃતિ) છે તે વિવાદના થડ રૂપે વધે છે, વિખવાદની શાખા રૂપે વિસ્તરે છે; તેને ફળ વિષાદના જ લાગે છે.
• માન મૂકે તે મહાન અને મોહ હણે તે મોહન !
•
.
હું સામાન્ય છું ને વિશેષરૂપ નથી. હું અભેદ છું ને ભેદરૂપ નથી. હું જાણનાર છું ને કરનાર નથી. ને
જમાનાવાદે સદાચારની મારી કરી. વિજ્ઞાનવાદે શ્રદ્ધાવાદની મારી કરી. યંત્રવાદે અહિંસાવાદની મારી કરી. ઝનૂનવાદે સત્યવાદની મારી કરી. એકાન્તવાદે અનેકાન્તવાદની મારી કરી.
• જીવદયા અનુકમ્પા વગેરે નિષેધાત્મક અહિંસા છે જ્યારે પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય, એ વિધેયાત્મક અહિંસા છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૬૦