________________
૩) ઈહલોક નથી અને પરલોક પણ નથી એવું માનનારા તામસિક મૂઢ લોક છે.
૪) ઈહલોક પણ છે અને પરલોક પણ છે એવું માનનારા પાપભીરૂ ધર્મી સદ્ગૃહસ્થો છે.
ઈહલોક અને પરલોકની પેલે પાર પરમલોક છે એમ માનનારા અને એને પામવા મથનારા મહાત્મા છે.
લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા !
આપણને જગચિકિત્સક બનતા આવડે છે પણ જાત ચિકિત્સક બનતા નથી આવડતું !
• મુક્ત થવું છે તેણે કોઈનો પટ્ટો બાંધ્યા વિના, મુક્તપણે પોતામાં રહી, શબ્દના મૂળમાં રહેલ અશબ્દના સ્પંદનને ઝીલતા ઝીલતા અંતરમુખ બની, વસ્તુ, વ્યક્તિ, સંયોગ, પ્રસંગ અને પરિસ્થિતિમાંથી અસરગ્રસ્ત થયાં વિના પસાર થઇ જવું અને દષ્ટા બનીને રહેવું, દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવ પ્રમાણે અપ્રતિબદ્ધપણે
વિકાસયાત્રા સાધતા રહેવું.
• ન ઠરે અને ન ઠારે તે જણ નઠારો કે નિષ્ઠુર કહેવાય.
૫૯ સાધના