________________
.
જાણનારો સતત જણાયા કરે તો સાધનામાં વિકાસ થાય. આપણું અરૂપી સ્વરૂપ જે છે તે ઉપયોગની પકડમાં આવવું જોઇએ.
• વિકારી હોય તે વિનાશી, અપૂર્ણ અને પરાધીન હોય. • નિર્વિકારી હોય તે અવિનાશી, પૂર્ણ અને સ્વાધીન હોય. • જ્ઞાન અને રાગની સાંધ છે ત્યાં પ્રજ્ઞા છીણી મારી જ્ઞાન અને રાગને છૂટા પાડી શકાય છે.
અનંત સંસારનો અનુબંધ કરાવનારા રસવાળો જે કષાય છે તે અનંતાનુબંધી કષાય છે.
મળવું વિશેષ નથી પણ ફળવું વિશેષ છે.
• જે મારું મારી ભીતરમાં મારી માલિકીનું છે તેને જ પર્યાયમાં ઉપસાવી માલિક બનવાનું છે.
• હે જીવ ! નામનું વળગણ નહિ રાખવું. આ પહેલાં પણ તારા બીજાં કેટલાય નામ હતાં !
• સમાધિ આત્માનો શુદ્ધ સ્વચ્છ પર્યાય છે. એને કેમ બગાડાય ?
ભૌતિક નુકસાન થતું હોય તો તે સહન કરી લેવું પણ પરિણામ બગડતા હોય તો ત્યાંથી ખસી જવું.
૬૧ સાધના