SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ છ ક્રિયામાં જ્ઞાન, અને વ્યવહારમાં નિશ્ચય ભળે તો દ્રવ્ય એના સ્વભાવમાં આવે. • વ્યવહારમાં કરવાપણું છે, નિશ્ચયમાં થવાપણું છે જ્યારે આત્મામાં હોવાપણું છે. જો વ્યવહાર ખરેખર વ્યવહાર, તો નિશ્ચય ખરેખર નિશ્ચય. • જે છૂટું ન પડે તે REAL-નિરપેક્ષ-નૈશ્ચયિક સત્ છે, જે છૂટું પડી જનાર છે તે RELATIVE-સાપેક્ષ-વ્યવહારિક સત્ છે. • ગ્રહણ-ત્યાગ આત્માના મૌલિક સ્વરૂપમાં નથી, એ નિષેધાત્મક ધર્મ છે, જે વ્યવહારનય સંમત છે. • અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાનો અનુભવ ન થઈ શકે, પણ સ્વભાવના આશ્રયે થઈ શકે. • જીવને મંદિર-ઉપાશ્રય-અનુષ્ઠાન-ધર્મક્રિયાનો ખપ છે પણ આત્માનો ખપ નથી, એ આશ્ચર્ય નથી ! • તત્ત્વને જાણવું એ વ્યવહારનય છે જ્યારે તત્ત્વાનુસારી તત્ત્વદષ્ટિ કેળવવી એ નિશ્ચયનય છે. નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૦
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy