________________
છે
અ) વ્યવહાર કરણી ઉપર ભાર મૂકે છે જ્યારે નિશ્ચય દૃષ્ટિ ઉપર ભાર મૂકે છે.
બ) નિશ્ચય (લક્ષ) પૂર્વકની કરણી સક્રિયતામાંથી અક્રિયતા ભણી દોરી જાય છે.
• પર્યાયમાં વૈરાગ્યદષ્ટિ નથી તો નિત્યદૃષ્ટિ, નિશ્ચયદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ સાચી નથી.
.
• અધ્યાત્મમાર્ગમાં દ્રવ્યચક્ષુ બીડવાના છે અને ભાવચક્ષુ ઉઘાડવાના છે.
• અ) વ્યવહારમાં અહંકારને ઘસવાનો હોય છે.
બ)
નિશ્ચયમાં અહંકારને
જોવાનો હોય છે.
• અનંતકાળમાં જેટલો ક્રિયા ઉપર
ભાર મૂકાયો છે એટલો સમજ ઉપર નથી મૂકાયો.
અ) વ્યવહારનય સ્થૂલ ઔપચારિક સ્વરૂપ સમજાવે છે. બ) નિશ્ચયનય સૂક્ષ્મ અનુપચારિક સ્વરૂપ સમજાવે છે. • દૃષ્ટિ દ્રવ્ય ઉપર સ્થિર થાય તો નિમિત્તથી પર ઉઠાય!
૧૫૧ નિશ્ચય વ્યવહાર