________________
.
.
•
•
રાગદ્વેષ ઘટતાં જાય અને ઉપશમ પરિણતિ વર્ધમાન
થતી જાય એ જૈનત્વ છે.
છોડવાનું મિથ્યાત્વ, મેળવવાનું સમ્યક્ત્વ અને પામવાનો મોક્ષ.
પરમાત્માની શ્રદ્ધા થવી અને પરમાણુની શ્રદ્ધા થવી અત્યંત કઠીન છે.
જીવને નથી સાચી શ્રદ્ધા પરમાત્માની કે નથી સાચી શ્રદ્ધા પરમાણુની.
ક્રૂરગડ્ડ મુનિ અશનની આસક્તિથી નહિ પણ અનશનની અશક્તિથી ખાતા હતાં.
• જ્ઞાન અને આનંદ અવિનાભાવિ હોવાથી જ્ઞાનને પ્રધાનતા અપાય છે.
.
સાધકનું પ્રયોજન માત્ર જ્ઞાન નથી. જ્ઞાન સાથે આનંદ પણ પ્રયોજન છે.
અનંતાનંત ગુણોનું એક સંમિલિત પરિણમન એ વીતરાગતા છે.
ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર અર્થાત્ જ્ઞાનનો વપરાશ.
નિજાનંદનો નિષ્કર્ષ ૨૪