________________
• શાસ્ત્રજ્ઞાની શાસ્ત્રજ્ઞનો મોક્ષ નથી પણ આત્મજ્ઞાની
.
આત્મજ્ઞનો મોક્ષ છે.
માનવભવની પ્રાપ્તિ પુણ્યથી છે પણ સફળતા સમ્યગ્દર્શનથી છે.
• જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે.
• જ્ઞાન એ અંદરમાં વાવવાની ચીજ છે.
•
.
કેવળજ્ઞાન એટલે આત્મા જ જ્ઞાન, આત્મા જ શેય અને
આત્મા જ જ્ઞાતા.
• વિવેક અર્થાત્ પ્રજ્ઞાની હાજરીથી અહંનું આત્મામાં વિલીનીકરણ થાય છે.
• પુદ્ગલ અનુયાયી વીર્ય પરિણમન એ અશુદ્ધ પરિણમન છે.
• જેમ જેમ વિવેક જાગે છે તેમ તેમ રુચિ સ્વરૂપાનુયાયી બને છે.
•
સ્વરૂપાનુયાયી–સ્વભાવાનુયાયી વીર્ય પરિણમન એ શુદ્ધ પરિણમન છે.
૨૫ દર્શન-જ્ઞાન-ચારિત્ર
心