________________
si>
• ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે.
.
ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે-કાળાંતરે છે.
• પર્યાયમાં વૈરાગ્ય દષ્ટિ નથી, તો નિત્યદૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ
સાચી નથી.
• ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે.
• ક્રિયા જ્ઞાનમાં, જ્ઞાન ધ્યાનમાં અને ધ્યાન સ્વરૂપલીનતામાં પરિણમવા જોઈએ.
• ભાવમાં કથંચિત્ સ્વસત્તા છે. જ્યારે ક્રિયામાં સંપૂર્ણ પરસત્તા છે.
• વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો.
• અ) ક્રિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે.
બ) આત્માને ઓળખીને આત્મધર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે.
૧૫૩ નિશ્ચય વ્યવહાર