________________
•
સમત્વજન્ય - સ્થિરતા અને અંતે સ્વમાં લીનતા-સ્વમયતા છે.
જો દૃષ્ટિ સમ્યગ્ હશે તો ગમે તેવા આકરા ને કપરા સંયોગો આત્મવિકાસમાં આડે નહિ આવે.
ચૈતન્યપ્રભુને પામવા માટેનું ચેતનાનું આરોહણ તેજ ગુણસ્થાનક આરોહણ છે.
• આત્મા આત્મામાં સમાઈ જતાં દેશ અને કાળનું અનુક્રમે દ્રવ્ય અને ભાવમાં વિલીનીકરણ થાય છે.
દ્રવ્યથી પૂર્ણતા હોવા છતાં પર્યાયમાં પામરતા છે.
• મિથ્યાત્વના ૩ પ્રકાર - કર્તાપણાનું, હુંપણાનું, જાણુંછુંનું.
•
વાસ્તવિક પહેલું ગુણસ્થાનક એટલે સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વ.
લાવવું છે ગુણસ્થાનક પણ જો દૃષ્ટિમાં ગુણગ્રાહિતા લાવવી નથી તો તે કેમ બને ?
અ) આચારવિશુદ્ધિથી જીવનવિશુદ્ધિ આવે છે અને કાયયોગ તથા વચનયોગ નિર્મળ બને છે.
બ) ચિત્તવિશુદ્ધિથી મનોયોગ નિર્મળ બને છે.
૪૭ આત્મવિકાસ અને આત્મધર્મ