SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ. ‘“વત્યુ સહાવો ધમ્મો’ વ્યવહારમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તે તો વસ્તુને વસ્તુધર્મમાં લાવવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. • આપીને લ્યો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. “હું કોઇને આપતોય નથી અને હું કોઇનું લેતોય નથી !'’ “મને કોઈ આપતુંય નથી. હું મારા સ્વરૂપમાં જ રહું છું !'' વ્યવહાર એક એવો બદલો છે કે જેમાં આપણે આપીને લેવાનું છે એટલે તે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો ! જો હિસાબ હશે તો કુદરતની આગળ આપણું કશું ચાલવાનું નથી. હિસાબ તો ચૂકવવો જ પડશે. દેહ ધર્યો છે એટલે ત્યારથી બધા હિસાબ ચૂકવવા તો પડશે જ ને !! • ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. પ્રભુઆજ્ઞા અને ગુર્વાશાના પાલનના ભાવમાં આપણે આપણા આત્માને નિરંતર રાખવાનો છે. પછી જે ક્રિયા થાય તેને જોવાની છે અને કશીય પ્રતિક્રિયા વિના તેનો સ્વીકાર કરવાનો છે. ૧૪૩ નિશ્ચય વ્યવહાર
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy