________________
• આત્મામાં ઉપયોગ રૂપી પાવર જોડાવાથી સંસારનો પાવર કપાઈ જાય છે.
પરમાત્મા એટલે પરમગુરૂ કે જેની આગળ જીવ સજ્જન – ડાહ્યો બને છે.
• પોતે પોતાને પોતાનામાં પોતાનામાંથી અનુભવે એ પરમ વાસ્તવિક ધર્મ છે.
• આત્મા એના મૌલિક સ્વરૂપે પ્રવર્તે તો તે આત્મધર્મ છે. • આત્મ પરિણમન એ જ ધર્મ છે.
• અજ્ઞાન ક્રિયાભ્યામ્ બંધનમ્.
.
ભાડુતી જ્ઞાન અને પૌદ્ગલિક ક્રિયાથી મોક્ષ કેમ કરીને
થાય ?
• વિપરીત પરિણમન યુક્ત ક્રિયા તે બંધન.
• સમ્યક્ પરિણમન યુક્ત ક્રિયા તે મુક્તિ.
• આત્મામાં રહેનારને બહારની ક્રિયાના બંધન લાગતા નથી.
• જેના વડે પ્રયોજનની સિદ્ધિ થાય તે કારક.
• કારક બહારમાં પ્રવર્તે તો સંસારમાર્ગે
ગમન.
નિજાનંદનો નિષ્કર્ષ ૯૬