________________
• સ્વાધીનપણે કારણનું અવલંબન
લઈ જે કાર્ય કરે તે કર્તા છે.
અસંખ્ય પ્રદેશે એક પરિણમન એ કર્તૃત્વ છે.
કર્તા કારણના યોગે કાર્યસિદ્ધિ પ્રાપ્ત
કરે છે.
• જે કાર્યનો અર્થી હોય તે કારણ પકડે.
.
.
.
.
જે કારણ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ છે.
કર્તા કાર્ય રૂચિ બને છે ત્યારે ઉપાદાન કારણમાં કારણતા પ્રગટે છે.
સાધ્યને માટે તલસતો હોય તે સાધક.
પૌદ્ગલિક પદાર્થો જીવને કિંમતી લાગે છે, તેના જેવો પાપોદય એકે ય નથી.
• યોગ એટલે મોક્ષનું સાધન.
• સાધના માટે મનોયોગ સ્વચ્છ હોવો જોઈએ.
• સંસ્કારયુક્ત પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય.
૯૫ સાધના