________________
ક્ષપકશ્રેણિની પરાકાષ્ઠામાં બારમા ગુણઠાણે સંપૂર્ણ અભેદતા એટલે કે પરિપૂર્ણ અવિકારીતા છે.
હજુ બારમા ગુણસ્થાનકે પણ છદ્મસ્થતા છે તેથી ઉપયોગ જ્ઞેયને-વિષયને પકડીને શેયાકાર-વિષયાકાર રૂપે પરિણમે છે. વિકાર વિકલ્પ નથી પણ વેદન વિકલ્પ અને આવરણ વિકલ્પ છે. મોહજન્ય વિકલ્પો નથી પણ અજ્ઞાન જન્ય વિકલ્પો છે જે કેવળજ્ઞાની જ પકડી શકે છે.
તેરમાં સયોગી કેવળજ્ઞાન ગુણઠાણે ઉપયોગે જ્ઞેયને પકડીને શેયાકાર થવું નથી પડતું.
સહજ ઉપયોગવંતતા હોય છે. જ્ઞેય સ્વયં કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝળહળે છે. તેથી જ તેરમે પરિપૂર્ણ નિર્વિકલ્પતા છે. વિકાર વિકલ્પ અને વેદન વિકલ્પ નથી. આવરણ વિકલ્પ પણ અઘાતિકર્મ પૂરતો સીમિત છે. જે માત્ર આત્મપ્રદેશોને કંપનશીલ રાખે છે.
૪૯ આત્મવિકાસ અને આત્મધર્મ