SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ • વલણ આત્મા યા મોક્ષ તરફનું હોય, ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. ગુણરૂચિ એ તાત્વિક દૃષ્ટિએ મોક્ષરુચિ છે. • શરીરની વ્યાકૂળતા એ અશાતાવેદનીય છે. જ્યારે મનની વ્યાકૂળતા એ મોહનીય છે. એ • સંસાર એ પ્રકૃતિનું સર્જન છે જ્યારે આત્મા સ્વયં પ્રકૃતિથી પર પોતાના પૂર્ણત્વથી પુરુષ છે. • કર્મના ઉદયના સાગરમાં ન ભળતાં ચૈતન્યના મહાસાગરમાં ઉપયોગને ડૂબાડવાની જરૂર છે. . અહંનું ખાલી થઈ જવાપણું છે તેજ શૂન્યતા છે કે જે અવસ્થામાં માત્ર ચેતનનું અસ્તિત્વ છે. વિકલ્પોને કાઢવા માટે વિકારો કાઢવા અત્યંત જરૂરી છે. • જેને ખરેખર છૂટવું હોય તેણે પરપદાર્થને એક ક્ષણ માટે પોતાનું માનવાની ભૂલ નહિ કરવી. • પરપદાર્થનો ઉપયોગ કરાય પણ તેને પોતાનો નહિ મનાય. • પરપદાર્થને પોતાના માનવા તે જ મિથ્યાત્વ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૭૮
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy