SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપબોધ નય સાપેક્ષ છે. સ્વરૂપ પ્રાપ્તિ નય નિરપેક્ષ છે. વૈરાગ્ય એટલે વીતરાગતાના અંશનું પ્રગટીકરણ અથવા રાગ પ્રત્યેનો વૈરભાવ. • પદાર્થ ઉપરનું મમત્વ એ નબળાઈ છે, જ્યારે પદાર્થ સાથેનું એકત્વ એ મિથ્યાત્વ છે. વેદના જે શીખવી શકે તે વેદો નહિ શીખવી શકે ! • અપવાદ આચરણીય છે પરંતુ દર્શનીય, આદરણીય કે અનુકરણીય નથી. • વાત્સલ્ય વિનાનો વૈરાગ્ય અહંકાર છે. ♦ અંતરાલ આનંદ અંતિમ આનંદથી ક્ષુલ્લક છે. • જેવો સહપ્રવાસી સાથેનો સંબંધ, તેવો સ્વજનો સાથેનો સંબંધ હોવો જોઈએ. • ઉપદેશ કરતાં ઉપાય વધુ ઉપયોગી છે. • દેખાય તે બળવાન નહિ પરંતુ નહિ દેખાય તે બળવાન! છ સૃષ્ટિના વિકાસથી જ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૭૭ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy