SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવું તે દેહભાવ. ગુણનો ઉપભોગ કરાય જ્યારે પુણ્યનો સદુપયોગ કરાય. ઉપકાર પરનો, ઉપયોગ સ્વનો, જાગૃતિ જાતની એ છે વીતરાગતાની જનની. • પાંચ ઈન્દ્રિયો ઉપર જય તે રાગ-દ્વેષ ઉપરનો વિજય. • વિષયો (રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ) મૌલિક તત્ત્વ છે. કષાય આગંતુક તત્ત્વ છે. • શાંતિ-સમતા-સમાધિની ઉપેક્ષા કરીને કદીય ધર્મ ન પામી . . છે શકાય. મળવું એ પુણ્યોદય છે. બનવું એ પુરુષાર્થ છે. દુર્યોધનનો દર્પ કે રાવણનો કંદર્પ (કામ) એ બન્ને દમન- દફનને યોગ્ય છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ આત્મશ્રદ્ધા હૃઢ થયેથી થાય છે. • ધર્મની ઓળખ ભેદથી થાય. ધર્મની પ્રાપ્તિ અભેદથી થાય. O વસ્તુનો યથાર્થ બોધ અને વસ્તુનો યથાર્થ ઉપયોગ એ ધર્મ છે. નિજાનંદનો નિષ્કર્ષ ૭૬
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy