________________
♦ દોષ મુક્ત થયા વિના દૈવત પ્રગટે નહિ. • સારા પણ વિકલ્પનો અહં થવો તે ખોટું.
• બધી પરિસ્થિતિમાં આપણો આત્મા છાશમાં માખણની જેમ જુદો તરવરવો જોઈએ.
• સાધના એટલે જ્ઞાનમાં સુધારો. આપણા જ્ઞાનને નિર્મળ બનાવતા જવું એ ધર્મ.
• જ્ઞાન વીતરાગ બને તો જ્ઞાન પૂર્ણ બને અને પૂર્ણ આનંદ આપે.
• પ્રયત્ન દોષનાશ અને ગુણપ્રાપ્તિનો હોય પરંતુ લક્ષ્ય તો સ્વભાવનું હોય !
રહેવું પડે તો સંસારમાં ભલે રહો, પણ સંસાર તમારામાં ન રાખો. માન્યતા બદલો.
સંયોગો વિયોગી સ્વભાવવાળા છે, માટે સદાકાળના સાથી આત્મામાં સ્થિર થા !
ઉપયોગ, ઉપયોગ ઉપર રાખ ! દૃષ્ટિ દૃષ્ટા ઉપર રાખ ! જેથી ભીતરનો ભગવાન પ્રગટ થાય: વર્તમાનમાં રહેતા નથી આવડતું, તે સાધક
નથી.
૧૧૩ સાધના