________________
.
• સાધનાકાળમાં જ્ઞાનનો પર પ્રકાશ બંધ થઈ જવો જોઈએ અને સ્વપ્રકાશતા ઝળહળવી જોઇએ. સ્વ અસ્તિત્વની ખ્યાતિમાં જ પર અસ્તિત્વ પ્રકાશિત થઇ જાય છે કે જેવી રીતે દીપ પ્રકાશિત થતાં દીપપ્રકાશમાં દીપ સહિત અન્ય પર વસ્તુ પણ પ્રકાશિત થઇ જાય છે. જ્ઞાનસિદ્ધ થવું તે મોક્ષમાર્ગ છે અને જ્ઞાન જ્ઞાનમાં સમાય અર્થાત્ મતિજ્ઞાન કેવળજ્ઞાનમાં લય પામે તે મોક્ષ છે. જ્ઞાનનું જ્ઞાન કર ! જ્ઞાન સ્વરૂપને પકડીને જ્ઞાનને જાણે, તેણે જ્ઞાન જાણ્યું કહેવાય.
• જે જાણનારું જ્ઞાન છે તે જાણનારને જાણે તે જ જ્ઞાન છે.
નયો વસ્તુતત્ત્વનો આંશિક બોધ કરાવી ચરિતાર્થ થાય છે. પ્રમાણ વસ્તુતત્ત્વનો પૂર્ણ બોધ કરાવી ચરિતાર્થ થાય છે.
• દર્શન મોહનીયનો ઉદય
બહારમાં સુખ મનાવે છે અને ચારિત્ર મોહનીયનો ઉદય બહારના સુખને સારું લગાડે છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૮